ભયાનક સફર (આફ્રિકાના જંગલોની) - 3

(58)
  • 4.2k
  • 4
  • 2.1k

ઝૂંપડીમાં કેદ યુવતી મેરી *************** ઘાસના મેદાનના છેડે દીવડો સળગી રહ્યો હતો. ત્રણેયને તરસ લાગી હતી. અને ભૂખ પણ. અજાણ્યો પ્રદેશ હતો એટલે ત્રણેયના મનમાં ભય પણ પેદા થઈ ગયો હતો. છતાં કંઈક ખાવા પીવાનું મળી રહેશે એ આશા સાથે ગર્ગ, જ્હોન અને રોબર્ટ એ દિશામાં આગળ વધ્યા. જેમ જેમ તેઓ એની નજીક જઈ રહ્યા હતા એમ એમ એમના મનમાં ભયનો વધારો થઈ રહ્યો હતો. "જ્હોન કંઈક ઝૂંપડી જેવું લાગે છે.' ગર્ગ જ્હોન સામે જોઈને ધીમા અવાજે બોલ્યો. "હા અને આજુબાજુ પણ બીજી કોઈ ઝૂંપડી નથી. ફક્ત એક જ ઝૂંપડી દેખાઈ રહી છે.' જ્હોન રોબર્ટ અને ગર્ગ સામે જોઈને