Microfriction Stories

  • 3.4k
  • 996

1.શિયાળા ની ગુલાબી સવારશિયાળા ના દિવસો હતા.એમાં પણ નશીલી રાત અને ગુલાબી સવાર નું વર્ણન તો કરી જ ન શકાય..! નિરવ શાંતિથી ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો અને સરસ મજાના સપના જોઈ રહ્યો હતો.એટલામાં પરોઢ થવા આવ્યું.એટલામાં નિરવ ના મમ્મીનો અવાજ આવ્યો, " ચાલ, બેટા ઉઠી જા સ્કૂલે જવાનું મોડું થશે.નિરવ માંડ માંડ જરા ઉભો થયો.ત્યાર પછી એના મમ્મી અન્ય કામ માં લાગી ગયા.નિરવે આજુબાજુ જોયું તો પરિવાર ના અન્ય સભ્યો મસ્ત-મજાના સુતા હતા.કડકડતી ઠંડી એવી કે પાછું સુવાનું મન થઇ જ જાયએમાં પણ ધીમો ધીમો પંખો ચાલતો હતો અને સહેજ અમથી ખુલી રહેલી બારી માંથી એ ઠંડો પવન ભલભલાને સુવા મજબુર