સંબંધોની માયાજાળ - 13

  • 1.7k
  • 759

સંબંધોની માયાજાળ_13 બીજે દિવસથી બિઝનેસ સમિટ ચાલુ થઈ ગઈ હોવાથી ભૂમિજા વ્યસ્ત રહેવા લાગી. આટલી વ્યસ્તતા હોવા છતાં પણ દિવસમાં એક વાર તો સમય નીકાળીને એ ગ્રંથ સાથે વાત કરી જ લેતી. વધારે સમય ના હોય તો છેલ્લા 2-3 મિનિટ તો ખરી જ!! આજે કેપગેમિની ઈન્ટરનેશનલની એન્યુઅલ બિઝનેસ સમિટનો આખરી દિવસ હોવાથી વર્ષનું સૌથી મોટું પ્રમોશન મિ. સેન અનાઉન્સ કરવાના હોય છે. આ કેપગેમિની ઈન્ટરનેશનલનો વણલખ્યો નિયમ છે. એ ઉપરાંત આજે ભૂમિજાનો પણ ગુજરાત માં છેલ્લો દિવસ છે. આવતીકાલે બેક ટુ પુણે!! આ તરફ જૂનાગઢમાં ગર્વિતને બે દિવસ પછી એની ફાઇનલ એક્ઝામ ચાલુ થતી હોવાથી એ એની કૉલેજ જવા નીકળે