મુક્તિનો નિઝામ – દિવ્યેશ ત્રિવેદી

  • 2.2k
  • 712

દિવ્યેશ ત્રિવેદી સમર્થ પત્રકાર હતા. સાથે સાથે સંવેદનાથી ભરપુર ઋજુ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ એમની કવિતા વિશે લખે છે કે, “કવિતા તો અહીં છે, પરંતુ કવિ હોવાનો દાવો નથી. છતાં કવિતાના માધ્યમથી કવિ ગણાવાનો વાંધો પણ નથી. પત્રકારત્વ અને સાહિત્ય થકી શબ્દ સાથે પાકો અનુબંધ થયો છે. એથી કવિતા પણ મારા માટે શબ્દનો જ મુકામ છે. કવિતા એ તો હ્રદયની ભૂમિમાં ઊગી નીકળતો એક કૂમળો છોડ છે. ભૂમિમાંથી ઊગી નીકળતા કેટલાક છોડ વૃક્ષ બની જાય છે અને કેટલાક માત્ર છોડ રહી જાય છે અને કેટલાક ઝાડી ઝાંખરાં તરીકે અસ્તિત્વ ટકાવી રાખે છે. પરંતુ ભૂમિને તો એ બધા સરખા જ વ્હાલા