શબ્દ પુષ્પ - 4

  • 3.7k
  • 1.3k

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️દિલે કબર રાખું છું... સપના અને પાંપણની વચ્ચે જરા અંતર રાખું છું કલ્પનાની જાણ નહીં હકીકત ની ખબર રાખું છું. એકલતાના થર ચડ્યા જો અંતરની આસપાસ વ્યથાઓ ભૂલી જઈ મહેફિલની અસર રાખું છું. માંડો જો હિસાબ ચોખ્ખો શૂન્યતા હાથ લાગે સબંધોમાં ખોટ ખાઈ સરવાળે સરભર રાખું છું. મુજ પ્રત્યે દિલબરનું છો રહ્યું હોય કઠોર વલણ એના પ્રતિ આજે પણ પ્રણયની નજર રાખું છું. એમને ના આવવો જોઈએ મારા દર્દનો ચિતાર છુપાવી શકાય જ્યાં એક ખૂણો અંદર રાખું છું. સુંદર સપના રૂપાળી ઝંખના સૌ મરી પરવાર્યા દફન કરવાને લાશો સઘળી દિલે કબર રાખું છું. - વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ઇચ્છું છું..