શબ્દ પુષ્પ - ૩

  • 3.7k
  • 1.4k

❤️❤️???❤️❤️???❤️❤️??? ઝંખના મારી... બનીને ધારા વહી જાય એવું કર ગણીને થોડી રહી જાય એવું કર. કહેવામાં નથી કોઇનાં આ જિદ્દી, વાત અંતરમાં વસી જાય એવું કર. રહેશે સળગતી તો ઘણુંય બાળશે કાળજે અગ્ન સમી જાય એવું કર. સદીઓ સમી લાગે પળો મને તો, વેળા કપરી સરી જાય એવું કર. રહી શકાય બેચેન કહો ક્યાં લગી, ઐષણા મારી ફળી જાય એવું કર. રહેશે જીવિત તો મનેય મારશે ઝંખના મારી મરી જાય એવું કર. - વેગડા અંજના એ. ❤️❤️❤️??❤️❤️❤️??❤️❤️❤️❤️❤️ તડપવા જોઈએ રગેરગમાં ઘોળાય જવું છે, શ્વાસો હવે પમરવાં જોઈએ. યાદો મહી