શબ્દ પુષ્પ - 1

  • 5.9k
  • 1.9k

કેટલીક ગઝલ ને કાવ્યો રજૂ કરું છું.. આશા છે આપને પસંદ આવશે.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ❤️મહેકાઇ જવું છે❤️ અડાબીડ વનમાં તે શું કામ જવું? આશ્લેષમાં તારી ખોવાઈ જવું છે. ઊંડા મહેરામણમાં શું કામ તરવું? આંખોમાં જ તારી સમાઈ જવું છે. કિંમત ના આંકશો મુજ પ્રીત તણી વિના મૂલ્યે મારે વહેંચાઈ જવું છે. હો મંજૂર તને જો વગર શ્યાંહીએ તારા રોમરોમ મહી લખાઈ જવું છે. ઊણપ નહિ રહે નયનને કાજળની તુજ નજરથી બસ અંજાઈ જવું છે. કરી લઈએ વિનિમય હરેક શ્વાસની શ્વાસે શ્વાસમાં મારે મહેકાઈ જવું છે. - વેગડા અંજના એ.❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️