રેડ અમદાવાદ - 6

(19)
  • 3.7k
  • 1
  • 1.7k

૨૦૨૦, જાન્યુઆરી ૭, બપોરે ૧૨:૧૫ કલાકે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના વિસ્તારમાં દાખલ થતાં જમણી તરફ આવેલ બેંકથી કોર્ટ રૂમ નંબર ૧ તરફ જતા માર્ગ પર શ્યામ ડગલામાં સજ્જ, માથા પર રતીભાર વજન આવે તેટલા વાળ, ઝીણી ધારદાર આંખો અને આંખો પર ચડાવેલ ચશ્મા, ડાબો હાથ પેંટના ખીસ્સામાં, તીવ્ર ગતિમાં ચાલતા મજબૂત પગ, જમણા હાથમાં રાખેલ કાનને સ્પર્શતો મોબાઇલ ફોન, અસીલ સાથે વાત ચાલી રહી હતી. કોર્ટ નંબર ૧માં દાખલ થઇ રહેલ, શ્યામ ડગલામાં સજ્જ, વ્યક્તિ ઇંદ્રવદન ભટ્ટ હતો. વરિષ્ઠ વકીલ. પ્રવર વકીલ. ભટ્ટને કાયદામાં તેની કારકિર્દી બનાવ્યાને આશરે ત્રીસેક વર્ષ થયેલા. હાઇકોર્ટમાં કદાચ જ કોઇ એવો કેસ હતો જે તેણે