એક અજાણ્યો સંબંધ - ભાગ-૫ ભાગીદારી

(16)
  • 3k
  • 1.1k

“છેલ્લી મુલાકાતમાં આમ જાણીતા હોવા છતાં પણ અજાણ્યા સંબંધમાં બંધાયા બાદ ઘણી વાર અમે બંને મળ્યાં હોઈશું. એક સાથે બહાર ફરવા પણ ગયા. એક સાથે ડિનર પણ કર્યું. બંને પોતાના રોજિંદા જીવનમાં થતી દરેક પણોને એકબીજા સાથે શેર કરવાં લાગ્યાં. આ અજાણ્યા સંબંધમાં બંધાયા બાદ ક્યારે આટલા બધા નજીક થઈ ગયા કંઈ ખબર જ ના પડી. પણ હા એક વાત તો છે મજા આવે છે આ છોકરા સાથે. સાલું આ અજાણ્યા સંબંધમાં કંઈક છુપાયેલું હોય એવું લાગે છે.”અનન્યા પોતાની નવરાશની પળોમાં પોતાના બેડરૂમમાં બેડ પર બેઠા બેઠા વિચારે છે. “હા જો યાદ આવ્યું ઘણા દિવસો થઈ ગયા સાહેબ હમણાંથી દેખાયા નથી.