યુદ્ધ. તિબ્બુર શાર્વીને ઉઠાવી ગયો. ******************* "મૌન લાગણીઓનો અહીં સુખદ અંત થયો છે, મારો-તમારો આ સબંધ આજે વસંત થયો છે.! શાર્વીએ પોતાને રાણી અને રેમન્ડોને રાજા કહ્યો એટલે એટલે જાતર્ક કબીલાની આખી પ્રજા નવાઈભરી નજરે એની તરફ જોઈ રહી. ત્યાં તો જોરથી બ્યુગલ સંભળાયું. બ્યુગલનો અવાજ સાંભળીને જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુ પોતાના આસાન ઉપરથી ઉભા થઈ ગયા. એ બ્યુગલના અવાજથી સમગ્ર જનમેદનીમાં ફડફડાટ વ્યાપી ગયો. લોકોમાં ભાગ-દોડ મચી ગઈ. જાતર્ક કબીલાની સીમા બહાર ચોકી પહેરો રાખી રહેલા બે સૈનિકો દોડતા સરદાર સિમાંન્ધુ પાસે આવી પહોંચ્યા. "સીબુત શું થયું ? યુદ્ધ નિર્દેશિત કરતું બ્યુગલ કેમ વગાડ્યું ? સરદાર