હસતા નહીં હો! - 11 - કટાક્ષ કણીકાઓ

  • 5.3k
  • 1.6k

આમ તો આ શ્રેણી હાસ્યની છે પણ આ ભાગમાં હું કંઈક હાસ્ય કટાક્ષ મિશ્રિત ભાગ લઈને આવ્યો છું વધાવી લેજો.૧.સહાનુભૂતિએક મોટા શહેરમાં 'પારિજાત' નામના પાર્ટી પ્લોટમાં એક દીકરીના લગ્ન હતા.લગ્ન પુરા થયા ત્યારબાદ વિદાયનો પ્રસંગ આવ્યો.દીકરીનો આખોયે પરિવાર ખૂબ રડ્યો.ત્યારબાદ જમાઈને દીકરીને ગાડીમાં બેસાડતી વખતે એના બાપે જમાઈ સામે કરુણતાભરી નજર કરી કહ્યું,"હવે તમારો (રડવાનો) વારો છે.મારી સહાનુભૂતિ તમારી સાથે છે."૨.સફેદ સાડલો એક મધ્યમવર્ગીય અભણ અમદાવાદી સ્ત્રીનો પત્રકારે ઇન્ટરવ્યૂ કર્યો.પત્રકારે પૂછ્યું કે,"માનો કે તમારા પતિ મૃત્યુ પામે તો તમે પેલું કામ શું કરો?" સ્ત્રીએ જવાબ આપ્યો કે,"પેલા તો સફેદ સાડલા સસ્તા ક્યાં મળે છે એની તપાસ કરું."૩.છૂટાછેડા ફેમિલી કોર્ટમાં કેસ