ચામડાનો નકશો અને જહાજની શોધ.. - 9

(55)
  • 4.2k
  • 3
  • 1.1k

ફિડલ, જ્યોર્જ અને પીટર જલ્દી જોન્સનના શરીર ઉપર પડેલો બરફ હટાવવા લાગ્યા.અડધો કલાક મહેનત કરી ત્યારે એ ત્રણેય જોન્સનના શરીરને બરફમાંથી સંપૂર્ણપણે ઉઘાડું કરી શક્યા.જોન્સનના શરીરને બહાર કાઢ્યા બાદ પ્રોફેસરે ઝડપથી જોન્સનની નાડી તપાસી ત્યારબાદ નિરાશ ચહેરે જોન્સનની છાતી ઉપર કાન માંડ્યો. જોન્સનનુ હૃદય બંધ પડી ચૂક્યું હતું.આજે બધા સાથીદારોને અહીં બર્ફીલા પહાડોમાં મૂકીને જોન્સન મૃત્યુરૂપી ચીર નિદ્રામાં પોઢી ગયો હતો. "કેપ્ટ્ન.. આપણો જોન્સન હવે નથી રહ્યો.' આટલું બોલી પ્રોફેસર ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. જોન્સન હવે નથી રહ્યો એ સાંભળીને બધા રડી પડ્યા. કેપ્ટ્નનો પ્રભાવશાળી ચહેરો આજે ફીકો પડી ગયો.બર્ફીલા પહાડોમાં પોતાનો વ્હાલો સાથીદાર ગુમાવવો પડશે એ એમને સ્વપ્નેય ખ્યાલ