રેમન્ડો એક યોદ્ધો - 8

(41)
  • 2.4k
  • 1
  • 796

"મનની વ્યથાઓ વચ્ચે ઘેરાયો છે,આજે આ ઇશ્ક મારો, તોડી દે બંધનો,હે મહોબ્બ્ત હવે હું ઈચ્છું છું સાથ તારો.! તિબ્બુરના સૈનિકોને હરાવ્યા બાદ રેમન્ડો શાર્વીના બેભાન શરીરને લઈને પોતાના કબીલા તરફ આગળ વધી રહ્યો છે. શાર્વી બેભાન હતી એટલે રેમન્ડો ઉતરેલા ચહેરે આગળ જઈ રહ્યો હતો. શાર્વી અને રેમન્ડો ફક્ત એક જ જન્મભૂમિના સંતાન હતા એના સિવાય એમના વચ્ચે કોઈ જ સબંધ નહોંતો તેમ છતાં રેમન્ડોનું દિલ બેભાન શાર્વીને જોઈને અસહ્ય દુઃખ અનુભવી રહ્યું હતું. શાર્વીના વિચારોમાં અટવાયેલો રેમન્ડો પોતાના ખચ્ચર જાતર્ક કબીલા તરફ દોડાવી રહ્યો હતો. બપોર થવા આવી હતી. હવે રેમન્ડો એના કબીલાથી થોડોક જ દૂર રહ્યો