પ્રકરણ ૯ બરોબર ૪૫મી લગ્ન્ગાંઠ ના દિવસે પ્રણવ ઈન્સ્યુલીનનું થરમોસ ગાડીમાં મુકીને ભુલી ગયો. બીજે દિવસે ઇંસ્યુલીનની શોધખોળ ચાલી. વાત એમ બની હતી કે આગલે દિવસે ઘરે પાછા જવાની વાત હતી ,,,લજ્જાએ વિચાર માંડી વાળ્યો અને બીજે દિવસે ઇંસ્યુલીન ની શોધ ખોળ ચાલી. બહુ વિચારતા પ્રણવ ને યાદ આવ્યું કે કાલે દીકરીને તે આપ્યું હતું. ફોન ઉપર આ વાત દીકરીને જણવતા તે વિસ્મય્માં પડી. “ના પપ્પા મનેતો તમે કંઇ જ નથી આપ્યુ” લજ્જાનો ગુસ્સો સાતમે માળે ચઢતો હતો..” પ્રણવ યાદ કર તું ગઈ કાલે ગાડીમાં થર્મોસ મુકતો હતો.” ગાડી ખોલી ને જોયુંતો થરમોસ ત્યાં હતુ.પ્રણવ માનતો થઇ ગયો હતો. લજ્જા