સુંદરી - પ્રકરણ ૫૯

(106)
  • 5.5k
  • 6
  • 3.1k

ઓગણસાઈઠ “આટલી વહેલી સવારે ક્યાં જાય છે? તારે તો વેકેશન છે ને?” સુંદરી ઘરનો દરવાજો ખોલી રહી હતી કે પાછળથી જ પ્રમોદરાય બોલ્યા. “હું સાબરમતી જેલ જાઉં છું.” સુંદરી હવે પોતાના પિતાને કાયમ સપાટ સૂરમાં અને મુદ્દાસર જ જવાબ આપતી થઇ ગઈ હતી. “દર અઠવાડિયે જવું જરૂરી નથી.” પ્રમોદરાયે સોફા પર પોતાની જગ્યા લીધી. “આજે ભાઈ છૂટે છે.” સુંદરીએ ધડાકો કર્યો. “શું?” પ્રમોદરાયને આંચકો લાગવો સ્વાભાવિક હતું. “હા, ભાઈને આમ તો સાડાત્રણ વર્ષની સજા થઇ હતી, પણ એમના સારા વર્તનને કારણે એક વર્ષ વહેલી સજા પૂરી થાય છે અને આજે લગભગ અગિયાર વાગ્યે એ જેલમાંથી બહાર આવે છે એટલે