રેડ અમદાવાદ - 3

(17)
  • 4.5k
  • 1
  • 1.9k

૨૦૨૦, જાન્યુઆરી ૧, બપોરે ૦૨:૪૦ કલાકે ‘અંદર આવી શકું છું? મેડમ...!’, વિશાલનો પરવાનગી માંગતો અવાજ સોનલના કાને પડ્યો. સોનલે ઇશારા માત્રથી પરવાનગી આપી. સોનલ અને મેઘાવી સી.જી.રોડના પોલીસ સ્ટેશનમાં સોનલના કાર્યાલયમાં પટેલની હત્યાના કેસ બાબતે ચર્ચા કરી રહેલા. વિશાલે તેમની ચર્ચામાં ખલેલ પહોંચાડેલી. ‘મેડમ... શ્રીમાન પટેલના ઘર તરફથી સી.જી.રોડ પર ખુલતાં માર્ગમાં એક આઇસ્ક્રીમની દુકાનના સીસીટીવીના વિડીયોમાં એક યુગલ કઢંગી હાલતમાં ભાગતું દેખાઇ રહ્યું છે.’, વિશાલે તેની પેન-ડ્રાઇવ સોનલના ટેબલ પર તેની જમણી તરફના ખૂણા પર ગોઠવેલા કોમ્પ્યુટરમાં લગાવી. સોનલ અને મેઘાવી એ સંપૂર્ણ વિડીયો ધ્યાનપૂર્વક નિહાળ્યો. યુગલમાં છોકરીનો ચહેરો સ્પષ્ટ દેખાઇ રહ્યો