યુવકોના પ્રેરણાસ્ત્રોત શ્રી સ્વામી વિવેકાનંદ: દુનિયાને હિન્દુ અધ્યાત્મ અને યોગ સાથે ખરો પરિચય કરાવનાર વિદ્વાન સંત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ 12 જાન્યુઆરી યુવા દિન તરીકે ઉજવાય છે. વિશ્વભરમાં હિંદુ ધર્મનો ઉપદેશ આપવા ઉપરાંત તેમણે સર્વ ધર્મ સમભાવ નો બોધ આપ્યો હતો. તેમનું જીવન ભારતના યુવાનો માટે હંમેશા પ્રેરક રહ્યું હતું. 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા માં તે સમયના ટોચના વકીલ વિશ્વનાથ દત્ત અને ઊંડી અધ્યાત્મિક સમજ ધરાવતા ભુવનેશ્વરી દેવી ને ત્યાં વિવેકાનંદનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું. બાળપણમાં ખૂબ જ સમૃદ્ધિમાં ઉછરેલા નરેન્દ્રનાથ નાનપણથી જ ખૂબ તેજસ્વી હતા.