અંગત ડાયરી - મુક્તિ બંધન

  • 4.3k
  • 1
  • 1.3k

*અંગત ડાયરી* ============*શીર્ષક : મુક્તિ-બંધન* *લેખક : કમલેશ જોષી**ઓલ ઈઝ વેલ*લખ્યા તારીખ : ૦૩, જાન્યુઆરી ૨૦૨૧, રવિવારતમે કહી શકશો? ફ્રીઝરમાં પડેલી આઈસ ટ્રે ના ચોરસ ખાનામાં જામીને બરફનો ટુકડો બની ગયેલા પાણીના ટીપાંઓ અને કોઈ ગિરિમાળામાં વહેતાં ઝરણાં કે ધોધ સ્વરૂપે પંદર પચ્ચીસ કે પચાસ મીટર ઊંચાઈ પરથી મુક્ત પતન કરતા પાણીના ટીપાંઓ માંથી કોનું કરિયર વધુ સારું કહેવાય? તમે પાણીનું ટીપું હો તો કયું કરિયર પસંદ કરો? એક તરફ ઊંચાઈ છોડવાની છે, છલાંગ લગાવવાની છે, કાળમીંઢ પથ્થર પર ટીંચાવાનું છે, જોખમ, જખમ અને બેશુમાર દોટ છે અને બીજી તરફ સાવ સ્થિર, શાંત, સલામત ચોકઠામાં હાલ્યા ચાલ્યા વિના શાંતિથી પડ્યા રહેવાનું