ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-44

(132)
  • 6.3k
  • 7
  • 3.7k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-44 શ્રોફની કેબીનમાંથી નીલાંગી નીકળી.. ઓફીસ છૂટી હતી એણે નિલાંગ સાથે નક્કી કર્યા પ્રમાણે નીલાંગ એની ઓફીસે લેવા માટે આવી ગયો હતો. નીલાંગીનાં મનમાં તુમુલ યુદ્ધ જામ્યુ હતું વિચારોનું. શું કરવું ના કરવું ? શ્રોફ સરે તો અહીંથી મને રીલીવ પણ કરી દીધી. એ પણ શું કરે ? મેં જ જવાની તૈયારી કેટલી બધી બતાવી હતી. અમોલ સરે પાર્ટી વગેરેની વાત કરી એમાં મને તકલીફ છે નોકરીની નથી... પણ નીલાંગને શું કહીશ ? શું કરીશ ? નીલાંગ આવી ગયો હતો. નીલાંગીનું ચિંતાવાળું મોં જોઇ બોલ્યો કેમ શું થયું ? કેમ તારો ચહેરો ઉતરેલો છે ? કંઇ થયું ?