સાંજના પાંચેક વાગ્યાની આસપાસ બધાં પહેલાં તો માંડવી બીચ પર ગયા... ત્યાં આરુષિ અને અયાન ઊંટ પર સવારી કરી... ફોટો ક્લિક કર્યાં... અને સાથે બેસીને સમય પણ પસાર કર્યો... અને પછી કૅમ્પમાં જ્યાં રોકાવાનું હતું ત્યાં જવા માટે નીકળી ગયા... રાત્રે જમીને બધાં ભેગાં મળીને બેઠાં... વચ્ચે સળગતી આગ હુંફાળું વાતાવરણ આપી રહી હતી... ગેમ રમવાનું નક્કી થયું એટલે બધાં જ રાઉન્ડમાં ગેમ રમવા માટે ગોઠવાઈ ગયા... અને એક પછી એક સોંગ વાગતા ગયા... અને બોલ એકબીજાને પાસ થતો ગયો... અને આવીને થંભ્યો... જાન્વીના હાથમાં.... જાન્વી પાસે કૉલેજના સર મેડમની નકલ કરાવી... ખૂબ હસ્યા... આમ ગેમ આગળ વધતી ગઈ...