દરિયાના પેટમાં અંગાર - 14

  • 3k
  • 1
  • 1.2k

ભારત પર ભૂતકાળમાં ઘણા આક્રમણો થયા, ઘણા લૂંટારા આવી આ દેશને લૂંટી પણ ગયા. વાસ્કો-દ-ગામા થી લઈ આજે છાસવારે સરહદ પર ઘૂસપેઠ કરતા જેતે આંતકવાદી સંગઠનના દાનવો હજુ પણ કત્લેઆમ કરી જ રહ્યા છે. આ તમામ ઘટનાને લખતા કલમ ધ્રુજી ઉઠે છે. ભલે આજે નેતાઓ સુરક્ષાના દાવા કરતા હોય પણ ખરેખર સ્થિતિ નાજુક રહી છે. રોજ સરહદ પર કોઈને કોઈ ઘટના બનતી રહે છે. કાશ્મીરી ઘાટીમાં અલગાવવાદી નારા સાથે પાકિસ્તાનના ઝંડા રહેતા હજુ પણ જોવા મળી રહ્યા છે. દેશ વિરોધી આવી પ્રવૃત્તિ રોકવા માટે આપણે આજ સુધી શુ કર્યું? આઝાદી થી લઈ અત્યાર સુધી આપણે કાશ્મીરમાં અનેક જવાનો ખોયા છે.