પ્રગતિ ભાગ - 13

(20)
  • 2.6k
  • 1
  • 1.3k

નેત્રસંવાદોની વચ્ચે કોણ જાણે શું થયું પણ અનાયાસે જ રોહિતનો જમણો હાથ આયુશીના કપાળ અને માથા પાસે પહોંચી ગયો. આયુની આંખમાં આવતા વાળ એને સહેજ પાછળ કર્યા. એના સ્પર્શથી તૃપ્ત થઈને આયુશીના ચક્ષુપટમાં ક્યારના માંડ માંડ કરીને સાચવેલા આંસુ સરકીને ગાલ પર આવે એ પેહલા જ રોહિતનો હાથ આયુશીના ગાલ સાફ કરતો કરતો એના વાળમાં પહોંચી ગયો. હવે જાતને રોકવું આયુશી માટે અસહ્ય હતું રોહિતના સ્પર્શથી એને જાતને છૂટી મૂકી દીધી એટલે પોતે સીધી જ એના તરફ ઢળી પડી અને જોર જોરથી ડૂસકાં ભરીને રડવા લાગી. રોહિતની છાતી અને એના પર રહેલો કોટ ભીંજાતો