પ્રગતિ ભાગ - 11

(22)
  • 2.8k
  • 1
  • 1.3k

" ક્યારે ? ક્યારે કહેવાની હતી ? " પ્રગતિના અવાજમાં એક મોટીબેન હોવાનો રુવાબ હતો. " અ.. બ..બબ....હું " આયુશી ના ગળામાંથી શબ્દો નહતા નીકળતા..... પ્રગતિ આયુશી સામે એકીટશે જોઈ રહી હતી અને આયુશી એની ધારદાર આંખોનો સામનો ન કરી શકતી હોય એમ મોં નીચે રાખીને ઉભી હતી. આયુશીના ગળે ડૂમો ભરાયો. હજુ આયુશીનીઆંખોનો બંધ તૂટીને અશ્રુધારા શરૂ થાય અને પ્રગતિ કમજોર પડે એ પેહલા જ એ જાતે જ થોડી નરમ થઈ ગઈ. એને આયુને બંને ખભેથી પકડ્યું ઊંડો શ્વાસ ભર્યો અને એને પલંગ પર બેસાડી. પોતે એની બાજુમાં નીચે ઘૂંટણના ટેકે બેઠી.