અંતિમ આશ્રમ - 9

(38)
  • 3.4k
  • 2
  • 1.7k

રાકેશ ઠક્કર પ્રકરણ-૯ ઉજેશભાઇ દિલ પર પથ્થર રાખીને લખી રહ્યા હતા. એક પ્રેમી પોતાની પ્રેમિકાનો હાથ મજબૂરીમાં બીજાને સોંપી દે એવા દુ:ખ અને દર્દ સાથે એમની કલમ ચાલી રહી હતી. એમના માટે આ કામ વધારે કઠિન બની રહ્યું હતું. જયરામે તાકીદ કરી હતી કે વાચકોને એ વાત ગળે ઉતરવી જોઇએ કે એક સાધુ શા માટે સાધુતાને ત્યજીને સંસારમાં પાછો આવે છે અને એક મહિલા સાથે પ્રેમ કરે છે કે મહિલાનો પ્રેમ સ્વીકારે છે. ઉજેશભાઇના દિલને વધારે દર્દ થાય એવી આ વાત હતી. પોતે કરારમાં બંધાયેલા હતા. આજે એક વ્યક્તિ તરીકે નહીં પણ લેખક તરીકે – એક ત્રાહિત વ્યક્તિ તરીકે પ્રકરણ