રાકેશ ઠક્કર પ્રકરણ-૬ સાધુની સામે બોલવાની કોઇ હિંમત કરી રહ્યું ન હતું. કદાચ તેમનો પ્રભાવ હતો. માથા પર ત્રિશુળનો ચાંદલો અને કોઇ ઓજસથી ચમકતો ચહેરો હતો. તેમનું અડધું ઉઘાડું શરીર બળવાન પણ સાબિત કરતું હતું. કોઇને પણ આંજી દે એવો પ્રભાવશાળી ચહેરો બધાંની બોલતી બંધ કરી દે એવો હતો. બધાંને ચૂપ જોઇ સાધુએ એક મિનિટ માટે આંખો મીંચી દીધી. એ ધ્યાન ધરતા હતા કે શું? સાધુ કોઇ ચમત્કારીક શક્તિ ધરાવતા હશે કે શું? બધાના મન ફફડી રહ્યા હતા. સાધુએ આંખ ખોલી. તેમના ચહેરા પર કોઇ આભા છવાયેલી લાગતી હતી. એ શાંત ચિત્ત હોવાનું ચહેરા પરથી દેખાતું હતું. તે સહેજ મુસ્કુરાયા