અંતિમ આશ્રમ - 1

(62)
  • 5.3k
  • 5
  • 2.9k

રાકેશ ઠક્કર પ્રકરણ-૧ શહેરથી દૂર આવેલા 'વયવંદન જીવન આશ્રમ'માં ઉજેશભાઇએ પ્રવેશ મેળવ્યો એની પાછળ તેઓ વૃધ્ધ અને એકલા હતા એ એકમાત્ર કારણ ન હતું. એક અલગ આશય સાથે તેમણે પ્રવેશ મેળવ્યો હતો. તેમને ખબર ન હતી કે તેમનો હેતુ કેટલો પાર પડવાનો છે અને તે વહેતા ઝરણાના નિર્મળ નીર જેટલી સરળતાથી રહી શકવાના છે કે દરિયામાં આવતા તોફાન જેવો અનુભવ કરવાના છે. આ આશ્રમ બીજા વૃધ્ધાશ્રમોથી અલગ હતો. એમાં આર્થિક રીતે પછાત કે જીવનમાં દુ:ખી વૃધ્ધોથી પ્રવેશ મેળવી શકાતો ન હતો. આ એવા વૃધ્ધો માટેનો આશ્રમ હતો જ્યાં રહેવા માટે મોટી કિંમત ચૂકવવી પડતી હતી. સમાજમાં એવા અનેક એકલા વૃધ્ધ