પૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર ૧૯૦૧ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસી થી ૭ માઈલ દૂર એક નાના રેલવે ટાઉન મુગલસરાય થયો હતો. અને અવસાન 11 જાન્યુઆરી 1966માં તાશ્કંદમાં થયું..તેમના પિતાનુ સ્કૂલ શિક્ષક હતા. જ્યારે લાલ બહાદુર માત્ર દોઢ વર્ષના હતા ત્યારે પિતા નું દેહાંત થયું. માતા ત્રણ સંતાનો સાથે પોતાના પિતાના ઘરે જઈને વસ્યા. લાલ બહાદુરને વારાણસીમાં કાકા સાથે રહેવા મોકલાયા હતા, જેથી ઉચ્ચ વિદ્યાલયનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. તેઓ ઘણા માઈલ અંતર ઉઘાડા પગે ચાલીને શાળાએ જતા. ભીષણ ગરમીમાં જ્યારે રસ્તાઓ ખૂબ ગરમ થતા ત્યારે પણ તેમણે આ જ રીતે જવું પડતું. શાસ્ત્રી