એક શિક્ષકે એના ચાર વિધાર્થીઓને બોલાવી બધાને એક એક કાગળ આપ્યો. આજ શિક્ષક કશું નવિન શિખવવા માંગતા હતા કારણ કે એ શિક્ષકનો આજે એ શાળામાં ભણાવવાનો છેલ્લો દિવસ હતો. શિક્ષકે કહ્યું કે "આ કાગળનો સદુપયોગ કરજો. એ તમારી આજીવિકા બનવી જોઈએ. એ તમારી બુદ્ધિમતાની કસોટી ગણાશે." પહેલા બાળકે એ કાગળમાંથી સુંદર ફૂલ બનાવ્યું. બીજા બાળકે એ કાગળમાંથી સરસ દેડકો બનાવ્યો. ત્રીજા બાળકે એ કાગળમાંથી પડિયો બનાવ્યો. ચોથા બાળકે એ કાગળમાંથી કશું ન બનાવતા કોરો જ રાખ્યો. ચારે બાળકો શિક્ષક પાસે ગયા. પહેલા બાળકનું ફૂલ જોઈને સાહેબ ખુશ થયા અને કહ્યું કે "આવડત સારી છે પણ હું એક ફૂલથી સંતુષ્ટ નથી.