સ્ત્રીનો સંઘર્ષ - 3

(20)
  • 3.2k
  • 3
  • 1.4k

ભાગ-૩   સવારે હર્ષ જ્યારે ઉઠ્યો. ત્યારે તેનાં મમ્મી‌ દેવકીબેન તેમની સામે ઉભાં હતાં. હર્ષને સવારમાં દેવકીબેનને પોતાનાં રૂમમાં જોઈને થોડું આશ્ચર્ય થયું.   "અરે મમ્મી, તમે અત્યારે અહીં કેમ??" હર્ષે આંખો ચોળતા ચોળતા દેવકીબેનને પૂછ્યું.   "આ નિત્યા કોણ છે??" દેવકીબેને હર્ષને સામો સવાલ કર્યો.   દેવકીબેનના મોંઢે નિત્યા નામ સાંભળીને હર્ષ પણ વિચારમાં પડી ગયો, કે દેવકીબેનને નિત્યા વિશે કેવી રીતે ખબર પડી. હર્ષ દેવકીબેન સામે એકીટશે જોવાં લાગ્યો.   "અરે મારાં લાલા, તારી પાછળ તો છોકરીઓની લાઈન લાગી હોય છે. પણ આજ સુધી તું ક્યારેય ઉંઘમાં કોઈ છોકરીનું નામ નથી લેતો. પણ આજે તું અડધી રાત્રે ઘોર