પતિ પત્ની અને પ્રેત - ૧૧

(81)
  • 7.6k
  • 2
  • 3.8k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧જામગીરે કહ્યું કે દવાખાનામાં કોઇ નર્સ કામ કરતી જ ન હતી ત્યારે રેતાએ એ છોકરી કોણ હતી એવો સવાલ કર્યા પછી જામગીરના મોંમાંથી શબ્દો નીકળતા ન હતા. રેતાને ખ્યાલ આવી ગયો કે એમના દિલમાં ગભરાટ વ્યાપેલો છે. નર્સ છોકરીનું રહસ્ય કહેતાં એ ધ્રૂજી રહ્યા છે. કોઇ ડર એમને સતાવી રહ્યો છે. 'એ...એ....' કહેતાં જામગીર અટકી ગયા એટલે રેતાનો જીવ વધારે વ્યાકુળ બની ગયો. એણે જામગીરના બંને ખભા પકડી સહારો આપતી હોય એમ કહ્યું:"કાકા, કોણ હતી એ? તમે ગભરાશો નહીં. અમે બેઠાં છે....""બેટા.... એ.... એના વિશે કહેવું કે નહીં એની મૂંઝવણ છે. થોડો ડર પણ.... અનુભવું