સ્ત્રીનો સંઘર્ષ - 1

(14)
  • 4.1k
  • 2
  • 1.8k

ભાગ-૧ એક સ્ત્રી પોતાનાં જીવનમાં ઘણાં રોલ નિભાવે છે. ક્યારેક દીકરી બનીને માઁ બાપની રાજકુમારી બંને છે. ક્યારેક બહેન બનીને ભાઈને લાડ કરે છે. તો ક્યારેક માતા બનીને સંતાનોનું ધ્યાન રાખે છે. ક્યારેક કોઈનાં ઘરની વહું, તો ક્યારેક એક પત્ની બનીને પોતાનો સંસાર સુખમય બની રહે, એવાં બધાં જ પ્રયત્ન કરે છે. ક્યારેક જેઠાણી, તો ક્યારેક દેરાણી...ક્યારેક નણંદ, તો ક્યારેક ભાભી બનીને બધાં સંબંધો જાળવી રાખે છે. એક સ્ત્રી મમતાની મૂર્તિ છે. એક સ્ત્રી પ્રેમનો સાગર છે. છતાંય આજે પણ એક સ્ત્રીએ પોતાનાં હક માટે સંઘર્ષ કરવો જ પડે છે. એવું શાં માટે?? એ જવાબ કોઈ આપી શક્યું નથી. નિત્યા