Life is precious, take care drive carefully ...અર્થાત જિંદગી કીમતી છે,કાળજી રાખી,વાહન સાવધાન થી હંકારો. નો સંદેશ આપવા દેશભરમાં ૬ થી ૧૨ જાન્યુઆરી માર્ગ સલામતી સપ્તાહ તરીકે ઉજવાય છે. આ સપ્તાહ દરમિયાન પ્રજાને ટ્રાફિકના નિયમોની જાણકારી અને જાગૃતિ અંગે તથા ટ્રાફિકના ગુનાઓ અંગે સતત સભાન કરવા માટે કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા પોલીસ અને સામાજિક સંસ્થાઓ સાથે મળીને,વિવિધ કાર્યક્રમો યોજે છે. દેશમાં હાલમાં વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે ત્યારે પહેલા માર્ગ અકસ્માતો ખૂબ થતા, અનેક વ્યક્તિઓ જાન ગુમાવતા અથવા નાની મોટી ઈજા નો શિકાર બનતા. રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ નું પ્રમાણ વધુ રહેવા પામતું.