સાંબ સાંબ સદા શિવ - 7

(15)
  • 3k
  • 3
  • 1.2k

પ્રકરણ 7 એક સવારે એટલે કે બ્રાહ્મ મુહૂર્તમાં ચાર વાગે મને ગુરુ અઘોરી બાબાનું કહેણ આવ્યું. હું ગુફાની બહાર એક ભેંસનાં મેં તેનો શિકાર કરી ઉતરડેલાં ચર્મ પર ટટ્ટાર બેસી ઊંઘ ખેંચતો હતો. દૂર ક્ષિતિજમાં પેલો દિવસ-રાત્રીના મિલનનો કસ્પ દેખાય તેની હું રાહ જોતો હતો. એકદમ ઘોર અંધકાર સાથે બિહામણી શાંતિમાંથી ઓચિંતી તાજા પવનની એક લહેરખી આવી. દિવસ આવી રહ્યો છે તેની મને જાણ થઇ. હું હજી ઊંડા શ્વાસ ફેફસાંઓમાં ભરતો જ હતો ત્યાં એ કહેણ આવ્યું. કોઈ મોબાઈલ ફોન દ્વારા નહીં કે નહીં ગુરુ દ્વારા મને બૂમ પાડીને. એ વિકરાળ કાળમીંઢ પથ્થરો ઉપર ગાઢ વનરાજીથી ઢંકાયેલી ગુફામાંથી ગુરૂ બુમ