પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 6

  • 2.6k
  • 1.2k

ભાગ - 6 મિત્રો ભાગ પાંચમાં આપણે જાણ્યું કે, પૈસે-ટકે અઢળક સુખી, ને જાહોજલાલીમાં જીવન જીવતી પ્રિયા, કે જેને, તેના જીવનમાં કોઈ વાતની કમી નથી, કે પછી પ્રિયાને પોતાની રીતે, મનમરજીથી જીવવામાં, કોઈ વ્યક્તિ કે, કોઈપણ વાતનું જરાય બંધન પણ નથી. પ્રિયાના મનમાં જ્યારે અને જે આવે તે કરવાવાળી, પછી ભલે તે મેળવવા તેને સમય કે રૂપિયા પાણીની જેમ વાપરવા પડે. જ્યાં સુધી તે ધારેલું મેળવી ન લે, ત્યાં સુધી, એ વસ્તુ મેળવવા માટેનો પ્રિયાનો ઉત્સાહ, એના ઘમંડી સ્વભાવને લીધે, જીદ અને આક્રમકતા ભરેલો થઈ જતો. તો આવું વ્યક્તિત્વ ધરાવતી પ્રિયાને, આજે રાજ પહેલી નજરમાં જ ગમી ગયો છે. એ રાજ, કે જેની હાલની માનસિક સ્થિતિ તેના પપ્પાની