સુંદરી - પ્રકરણ ૫૭

(104)
  • 5.6k
  • 5
  • 3.1k

સત્તાવન “તો હવે શું કરીશ?” રાગીણીબેનના અવાજમાં ચિંતા હતી. “મમ્મી, મેં કોલેજ છોડી છે, ભણવાનું નહીં.” વરુણ જરા અકળાયો. “દીકરા તારી મમ્મીનું કહેવું એવું છે કે આ કોલેજ તો તેં છોડી દીધી હવે કઈ કોલેજમાં એડમિશન લઈશ?” હર્ષદભાઈએ પ્રશ્ન કર્યો. “જી જી કોલેજ ઓફ આર્ટ્સમાં કાલે એડમિશન મળી જશે, હું કાલે સવારે ત્યાં જવાનો છું.” વરુણે જવાબ આપ્યો. “એસ જી હાઈવે પર? એટલે દૂર? હજી પાંચ વર્ષ પહેલાં જ નવી શરુ થઇ છે ને?” રાગીણીબેનની ચિંતા ચાલુ જ રહી. “હા, મમ્મી. બાઈક પર આવીશ-જઈશ.” વરુણને હવે આ પ્રશ્નોત્તરીથી છૂટવું હતું. “એડમિશન મળી જશે ને? ન મળતું હોય તો મને