શાર્વી થઈ બેભાન. તિબ્બુરના સૈનિકો સાથે અથડામણ. **************************** આખી રાત રેમન્ડો અને શાર્વીએ ખચ્ચર ઉપર બેસી મુસાફરી કરવામાં જ પસાર કરી દીધી.શાર્વી પોતાના દિલથી રેમન્ડોને એનો પ્રેમી માની ચુકી હતી. પણ પ્રેમની આ બાબત એ રેમન્ડો સમક્ષ રજુ કરી શકી નહોતી. ખચ્ચર ઉપર બેઠી-બેઠી શાર્વી પોતાના પ્રેમના ગીતો ગણગણી રહી હતી. "દિલની જમીન ઉપર મહોબતની નદીના નીર છૂટ્યા છે, લાગણીના પ્રવાહમાં આજે ઇશ્કના ફણગા ફૂટ્યા છે.! પહેલા શાર્વીનું ખચ્ચર ગબડી પડ્યું હતું એના પછી આખી રાત શાર્વી અને રેમન્ડોએ ખચ્ચર ઉપર મુસાફરી કરી છતાં રાત દરમિયાન અન્ય કોઈ સમસ્યા સર્જાઈ નહોતી. "શાર્વી થોડાંક નીચે ઉતરશો.! બિચારું આ ખચ્ચર