હું પારકી કે પોતાની ? - ભાગ-૪

(20)
  • 5.1k
  • 4
  • 1.5k

રોહિણીને આજે ઊંઘ ના આવી પરંતુ તેના મનમાં એક વિચાર જરૂર આવ્યો, આ બે દિવસમાં તે ગમે તેમ કરીને વિશ્વાસને મળવા માંગતી હતી, કેવી રીતે મળશે તેની કોઈ જ ખબર નહોતી, આગળ શું થશે તેની પણ તેને જાણ નહોતી, પરંતુ તે ગમે તેમ કરીને વિશ્વાસને મળવા માંગતી હતી.બીજા દિવસે સવારે જ ચા નાસ્તો કરી અને મૈત્રીને તેના મમ્મી પાસે રાખી તે બહાર તેની જૂની બહેનપણીઓને મળવા જવું છે તેમ કરીને નીકળી. સૌ પ્રથમ તેને પોતાની એક બહેનપણી સુધા યાદ આવી. સુધા સાથે લગ્ન સુધી વાત થઇ હતી, પરંતુ ત્યારપછી તેની કોઈ ખબર નહોતી.સુધાના ઘરે જવા માટે તેને રીક્ષા લીધી. ઘરે