હું પારકી કે પોતાની ? - ભાગ-3

(15)
  • 3.8k
  • 5
  • 1.5k

ઘણા દિવસો બાદ જાણે રોહિણી જેલમાંથી છૂટીને પોતાના ઘરે પરત ફરી હોય તેમ લાગી રહ્યું હતું. રોહિણીના ઘરે પણ તેના આવવાથી બધા જ ખુબ જ ખુશ થઇ ગયા, રોહિણીએ બધાને વારા-ફરથી મળી અને ઘણા સમય બાદ મળવાના કારણે તેની આંખોમાંથી આંસુઓ પણ છલકાઈ ઉઠ્યા હતા.મૈત્રીને તો હવે સાચવવાની જવાબદારી રહી જ નહીં, બધા વારાફરથી મૈત્રીને લઇ રમાડવા લાગ્યા. ખુશી ખુશી રોહિણી ઘરમાં પ્રવેશી, ઘરમાં પણ બધું જ જાણે બદલાયેલું બદલાયેલું લાગ્યા કરતું, તેના પપ્પાએ થોડા સમય પહેલા જ આખા ઘરનું સમારકામ કરાવ્યું હતું. બેઠક રૂમમાં બેસવાની સાથે જ તેના પપ્પાએ કહ્યું, "તુષારનો થોડીવાર પહેલા જ ફોન આવ્યો, તારા આવવાનું એમને