એસિડ્સ - 3

  • 3.3k
  • 1
  • 1.5k

એપિસોડ - ૩ સુહાનીને શિક્ષક બની ગરીબોના છોકરાઓને મફતમાં ભણાવવું હતું.સુહાની અંગ્રેજી સ્પેશિયલ વિષય સાથે એમ. એ .કર્યું અને પછી એમ એડ.કર્યું. ૨૫મા વર્ષે શહેરની એક નામાંકિત કોલેજમાં અર્ધ સમય માટે લેક્ચરર તરીકે જોડાયા. સાથે સાથે ગરીબોના છોકરાઓને અંગ્રેજી શીખવવાનું ચાલુજ રાખ્યું. સુહાનીને સારા ઘરના માંગા આવવા માંડ્યા. પણ સુહાનીએ પરણવાની ચોખ્ખી ના પાડી હતી. બહેનપણીના બળાત્કારને ૧૩ વર્ષ વીતી ગયા હતા છતાંય સુહાનીને યાદ આવતા ઉદાસીન, ગમગીન બની જતી એટલે પુરુષો પ્રત્યે સખત નફરત થઈ ગઈ હતી.ઘરવાળાઓએ બહુ દબાણ કર્યું નહોતું. પાંચ વર્ષની નોકરી બાદ પૂર્ણ સમયના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા. તે દરમ્યાન તેમના સિનિયર પ્રોફેસર. ડો. સંધુના