કવિતાની કડી ( ભાગ - ૨)

  • 6.2k
  • 1.3k

નમસ્કાર મીત્રો, કવિતાની કડી ને મળેલા અદભુત પ્રતિસાદ અને પ્રેમ પછી આજે આપની સમક્ષ ©એમજદિલથી હેઠળ મારી લખેલ કવિતા સંગ્રહ માંથી કવિતાની કડીનો ભાગ-૨ રજુ કરુ છું. આશા છે કે આપને આ જરૂર પસંદ આવશે. અનુક્રમણીકા ૧. ભણીને આવ્યો છું ૨. નક્કી જ છે જવાનું ૩. કંઈ થાય છે... ૪. હંમેશા એવું કેમ લાગે છે ૫. આ દર્પણ —————————————————————————————————————————— ૧. “ભણીને આવ્યો છું” -Hiren Bhatt(©એમજ દિલથી) દંભનો જામ ભરીને આવ્યો છું ,પ્રેમ ને પાટુ મારીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંલુટાય એટલું લુટીને આવ્યો છું,રોટલા રળવા ધન લઈને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસ્ત્રી-સંતાનને વિદેશ લઈને આવ્યો છું, મા-બાપને સાવ તરછોડીને આવ્યો છુંશું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસગા-વહાલાને છોડીને આવ્યો છું, મીત્રો-યારોને ય મુકીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસંસ્ક્રુતિની ભાન ભુલીને આવ્યો છું , ધર્મ ની ધજા તોડીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંલાગણીનો છેડો ફાડીને આવ્યો છું,આકાંક્ષાનો રથ હાંકીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંહર્ષ ને હરખ હડસેલીને આવ્યો છું, ભોગનો પ્યાલો પીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંરૂપના અભરખા માણીને આવ્યો છું, ચામડું નવું ચઠાવીને આવ્યો છું શું કહું સાહેબ હું ખુબ ભણીને આવ્યો છુંસધળા દરવાજા રખડી આવ્યો છું, અંતે હરી તવ શરણે આવ્યો છુંશું કહું સાહેબ અંતે હું અભણ થઈને આવ્યો છું ————————————————————— ૨. નક્કી જ છે જવાનું ........ નક્કી જ છે જવાનુંધરેથી શ્મશાન સુધીનું જ અંતર કાપવાનુ પાછુ વળીને એમાં શું જોવાનું જે જીવનભર કર્યું છે એજ સાથે આવવાનુંસમય છે કરીલે જે કરવાનું છોડ તું મસમોટા હિસાબ માંડવાનું તોળીને જો કર્મો , છે પાપ ને પુણ્ય જોખવાનુ ગયા પછી કોણ કેટલું યાદ કરવાનું ભલે બાંધે ધર કે સંબધ, મડદાને કોણ સંધરવાનુમાનવદેહ મળ્યો સુંદર , પામીલે પામવાનું ગયા પછી ખબર નથી ફરી કોને શું મળવાનું જ્ઞાનનો સબુડો ભરીલે તો આવડશે ઊગરવાનું ભૈ જ્ઞાન-ભકતી-કર્મ થકી જ મોક્ષ સુધી પહોંચવાનું ————————————————————- ૩.