સવાર પડી ચુકી હતી. વાતાવરણમાં આજે નોંધપાત્ર ફેરફાર થયો હતો. ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. ઘેરા ધુમ્મસે સમગ્ર ટાપુ પરના જંગલને ધૂંધળું બનાવી મૂક્યું હતું. શિયાળાની હજુ તો શરૂઆત જ થઈ હતી અને આ ટાપુ ઉપર ઠંડીએ એનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. આગળની સાંજે બધા કામ્બ્રિ પ્રાણીના હુમલોથી બચી ગયા હતા. બધા વહેલી સવારે ઉઠીને ઝોમ્બો નદીનું વહેણ જમણી તરફ વળતું હતું એ તરફ જોઈને આગળ જતાં વિશાળ વહેણમાં બદલાઈ જતી ઝોમ્બો નદીને નીરખી રહ્યા હતા. સવારનું ઠંડી મિશ્રિત વાતાવરણ આહલાદ્ક હતું. છેલ્લી વાર બધા ઝોમ્બો નદીને મન ભરીને જોઈ રહ્યા હતા. કારણ કે હવે ઝોમ્બો નદીથી વિરુદ્ધ બાજુએ