વેધ ભરમ - 30

(199)
  • 9.9k
  • 9
  • 5.5k

રિષભે ટીવી પર ન્યુઝ ચાલુ કર્યા એ સાથે જ એન્કરનો અવાજ આવ્યો “થોડા દિવસો પહેલા સુરતના એક મોટા બિઝનેસમેન દર્શન જવેરીની હત્યા થઇ હતી. આ કેસ પોલીસ ડિપાર્ટમેન્ટનાં એક બાહોશ ઑફિસર રિષભ ત્રિવેદી હેન્ડલ કરી રહ્યા છે. અમને અંગત સુત્રો પાસેથી માહિતી મળી છે કે પોલીસે દર્શનની પત્ની અને દર્શનના મિત્ર કબીર કોઠારીને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. શું પોલીસ પાસે આ બે વિરુધ કોઇ સબૂત છે કે પછી માત્ર શંકાના આધારે પૂછપરછ માટે બોલાવ્યા છે? જો કે અમારી પાસે આ કેસને લગતા એક સ્ફોટક ન્યુઝ છે. દર્શનનુ ખુન જે ફાર્મ હાઉસ પર થયુ છે તે ફાર્મ હાઉસ પર આ