પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 5

  • 2.6k
  • 1.2k

ભાગ - 5નવનીતભાઈ હોસ્પિટલથી પોતાના ઘરે આવી ગયા છે, તેઓ વ્હીલ-ચેરમાં હોવાં છતાં, તેમના સ્વભાવ પ્રમાણે, પોતાની કે પોતાના ઘરની ચિંતા કરતા પણ વધારે ચિંતા અત્યારે, ઓફીસની કરી રહ્યાં છે. શેઠની કોઈજ ભાળ નહીં મળતાં, શેઠનો દિકરો રમેશ પણ સમય અને સ્થિતી સમજી/ઓળખી, તેનાથી થતી મદદ કરી નવનીતભાઈની જવાબદારી ઓછી કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યો છે. અને એના માટે, રમેશ રોજે-રોજ રૂબરૂ કે ફોનથી, સતત નવનીતભાઈના કોન્ટેક્ટમાં રહે છે.આપણે આગળ જાણ્યું તેમ,બીજી બાજુ, રાજ પણ તેને મળતાં ફ્રી સમયમાં, પપ્પા નવનીતભાઈને મદદ કરતો રહે છે.એનાજ ભાગ રૂપે, રાજને અવાર-નવાર શેઠના ઘરે આવવા-જવાનું થતુ રહે