જિંદગીની સફર - ભાગ - ૪

  • 2.5k
  • 772

અયાન જાણતો હતો કે કાવ્યા અને આંસુ એ કોઈ નવી વાત નહોતી જેને માત્ર અવગણી શકાય એવી ક્લાસ ટેસ્ટમાં પણ જો ઓછા માર્ક્સ આવે તો પણ તેની આંખમાં ચોમાસુ શરૂ થઇ જતું .કાવ્યા એક સંવેદનશીલ છોકરી હતી અયાને જ્યારે પૂછ્યું કે કાવ્યા શું થયું તું કેમ રડે છ? કાવ્યાખૂબ સરસ રીતે વાતને ટાળી અને કહી દીધું કે કંઈ નહીં થયું અયાન એક ગંભીર સ્વરે બોલ્યો મને ખબર છે જૂઠું ના બોલ કાવ્ય થોડી ગભરાઈ બોલ હવે તારે કયા વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા ?આટલું બોલી તે હસ્યો અને કહ્યું પાગલ છે તું એમાં રડવાનું શું હોય ક્લાસ ટેસ્ટ તો ચાલ્યા કરે