દરિયાના પેટમાં અંગાર - 5

(17)
  • 4.4k
  • 3
  • 1.6k

દશમાં ધોરણના પરિણામમાં મેં કશું ઉકાળી લીધું ન હતું અડતાલીસ ટકા પુરા હતા. આ ટકાનો ભાર ઉપાડી ઘરે આવ્યો ત્યાં ઘરના સભ્ય દ્વારા સરભરા કરવામાં આવી. હા, રસ્તામાં એક ગામના ઓટલા ઘસતા કાકા એ મને પૂછી પણ લીધું, " કાના કેટલા ટકા આવ્યા...?" મેં પણ ઉત્સાહ સાથે જ જવાબ આપ્યો, " પુરા અડતાલીસ..." કાકો વ્યંગમાં બોલ્યો," તો તું તારા બાપા ને કઈ કરી ન આપે..." આ શબ્દ મારા દિલમાં ખૂંચતા હતા. માણસ ની થોડી સફળતા પણ લોકો ને શૂન્ય લાગે છે. ત્યારે ખૂબ ચીડ ચડી મને આ ભણતર પર જ્યાં માત્ર ને માત્ર માર્ક જ દેખાય છે. પાઠ્યપુસ્તકો ક્યારેય માણસનું