Part - 8 "તું છોકરાંઓનું ધ્યાન નથી રાખી શક્તી?" દિપકે ગાડીમાં બેસી નેહાને પૂંછ્યું. "એ લોકો મારું સાંભળતાં જ નથી." વધારે બોલવામાં દિપકને કોઈ ફાયદો દેખાયો નહિ.ઓફિસ જવા માટે પણ મોડું થઈ રહ્યું હતું.નેહા જોડે વધારે જીફાજોડી કરી કામ બગાડવા માંગતો નહોતો. "પ્રીતિ ટીચર જોડે વાત કરી લે જે." એટલું જ બોલ્યો.નેહાને ડ્રોપ કરી ઓફિસ તરફ ગાડી ભગાવી લીધી. ઓફિસ પહોંચી કામે વળગી ગયો.દિપક બધું સેટેલ કરવા માટે તન અને મનથી પ્રયત્ન કરી રહ્યો હતો. ઘરે પહોંચી નેહાએ પ્રીતિને ફોન કર્યો, "હૅલો, પ્રીતિ ટીચર." "યસ." "આપ છોકરાંઓને ટ્યુશન આપો છો?"