આભનું પંખી - 4

  • 3.2k
  • 1.3k

પ્રકરણ-૪ રાતના ઘેરો અંધકાર મીરાની આંખમાં અંજાયો હતો. રાતની ઊંઘમાં દૈહિક અને માનસિક અનેક સમસ્યાઓ શમી તો નથી જતી, પણ ભૂલાઈ અવશ્ય જવાય છે. મીરાંની આંખોમાં આજે ઉંઘ પણ નહોતી. સામેની બારીમાંથી તારા મઢેલું આકાશ દેખાતું હતું.  યાદ આવ્યું.. ગામનું ખુલ્લું તારા મઢેલું આકાશ... મીરાદી.. આ તારા સાચા હોય.. ? હાસ્તો.. તો પછી સવારે કેમ જતા રહેં.. ? વૈદેહીના પ્રશ્નો અનંત હતા.. જતા ના રહેં પણ સૂરજનાં તેજ પ્રકાશમાં દેખાય નહીં. સામાન્ય કરતા જરાક અલગ જ હતી વૈદેહી. હમેશાં હસતી.. ક્યારેય એના મોઢાં પર ફરિયાદ ન હોય.. સહનશીલ તો એટલી જાણે ધરતી.. મીરા કહેતી.. તારું નામ વૈદેહી એકદમ બંધ બેસતું