"એ કોઈ માણસ બિલકુલ નથી યાર! શૈતાન છે, રાક્ષસ છે! મારી કોઈ સંવેદના તો એ સમજતો જ નથી!" રાશીએ એના હાથને બતાવતા કહ્યું. એના હાથમાં બીડીથી દઝાડ્યાનાં ચિહ્નો જોઈને રોચકથી ના જ રહી શકાયું! "અરે પણ યાર તું... ભાગી જાને મારી સાથે! કોણ કહે છે તને એની પાસે રેહવાનું!" રોચકે એ જ શબ્દો કહ્યાં જે એ વારંવાર કહેતો જ રહેતો હતો! "પણ યાર... પતિ છે એ મારો! હું એણે છોડીને ક્યાં જઈશ! કોણ સાથ આપશે મારો?! હું એકલી છું... થાકેલી છું... હારેલી છું..." રાશી રડી લેવા માંગતી હતી એટલું કે એનો બધો જ બોજ દૂર થઈ જાય. "એક વાત