વાહ, ડેરિંગ છે બાકી, તને ખબર અર્ચના આપડી જનરલ સેક્રેટરી છે? એક સિનિયર છોકરીએ આકાશની પાસે એની તારીફ કરતા જઈને કહ્યું. એતો એમણે કાનમા ધમકાવ્યો, એટલે ડરીને મેં તો એમનો જ હાથ પકડી લીધો. આકાશ ચારેબાજુ નજર ફેરવતાં જઈને બોલ્યો. પાર્ટી સમાપન થવાની કગારે હતી, આકાશને mr.ફ્રેશર્સનું ટાઇટલ આપવામાં આવ્યું, આમતો સામે કોઈ પ્રતિસ્પર્ધી હતું નઈ એટલે ખેપટ આકાશને title મળી ગયું. આ બધી ખુશી વચ્ચે પણ આકાશનું મન બેચેન હતું, એનો તો મૂડ જ મરી ગયેલો હતો. ધરા આવી જ નઈ આજે. શિવાનીને પણ એને પૂછી જોયું, પણ એને પણ કઈ ખ્યાલ નહોતો. આજે એક ચાન્સ હતો આકાશના હાથમાં, એ ગયો.