હું પારકી કે પોતાની ? - ભાગ-2

(18)
  • 3.7k
  • 3
  • 1.6k

રોહિણી માટે હવે સાસુના મહેણાં અને પતિનો ગુસ્સો રોજનું થઇ ગયું હતું. લગ્ન જીવનના જે શરૂઆતના વર્ષોમાં પ્રેમ હતો, તે હવે દૂર દૂર સુધી ક્યાંય જોવા મળતો નહોતો. નવા-નવા લગ્ન થયા ત્યારે મોટી ભૂલો પણ માફ થઇ જતી અને આજે તો નાની એવી ભૂલ અને ક્યારેય કોઈ ભૂલ વગર પણ ગુસ્સાનો શિકાર બનવા ઉપર મજબુર કરી દેતી હતી.યાદ હતો તેને એક દિવસ, લગ્નના ત્રણ ચાર મહિના જ વીત્યા હતા અને રસોડામાં તેના હાથમાંથી તેલ ભરેલી તપેલી નીચે પડી ગઈ હતી. તેના સાસુ ફટાફટ રસોડામાં આવ્યા અને તરત કહ્યું: "વાગ્યું તો નથી ને બેટા, ભલે તેલ ઢોળાયું, તું ચિંતા ના કર,